Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગુજરાતના અનેક શહેરોમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા :1000 કરોડથી વધુના નકલી બીલો ઝડપાયા

સુરત, પાટણ, જામનગર,ગોંડલ, મહેસાણા, ખેડબ્રહ્મા,ઊંઝા, સિદ્ધપુર અને ડીસા સહિતના શહેરોમાં દરોડા: જામનગર, મહેસાણા અને ઊંઝામાં બબ્બે પેઢીઓ અને ગોંડલમાં 17 પેઢીઓ પર એકસામટા દરોડા

 

ગુજરાતના અલગ-અલગ શહેરોમાં જીએસટી વિભાગના  જોરદાર દરોડા પાડ્યા છે

  મળતી વિગતો મુજબ  ગુજરાતમાં જીએસટી વિભાગે આજે સુરત, પાટણ, જામનગર, ગોંડલ, મહેસાણા, ખેડબ્રહ્મા,ઊંઝા, સિદ્ધપુર અને ડીસા સહિત અનેક શહેરોમાં દરોડા પાડીને ૧૦૦૦ કરોડથી 

વધુ નકલી ઝડપી લીધા છે લોકો નકલી બિલો બનાવીને ટેક્સ ચોરી કરતા હતા .

  વધુમા મળતી વિગત મુજબ જામનગર મહેસાણા અને ઊંઝામાં બબ્બે પેઢીઓ ઉપર તથા પાટણ સિધ્ધપુર ખેડબ્રહ્મા  માં એક એક પેઢીઓ ઉપર અને ગોંડલમાં 17 પેઢીઓ પર એકસામટા જીએસટીના દરોડા પડતા  મોટો ખળભળાટ મચી ગયો છે.

(11:47 pm IST)