Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકના ઉપવાસ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પાછી ખેંચાઈ

હાર્દિક હોસ્પિટલમાં પહોંચી જતા હવે આ અરજીનો કોઈ અર્થ રહ્યો નથી.

 

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલના ઉપવાસના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પાછી ખેંચી લેવાઈ છે. અરજીમાં માંગણી કરાઈ હતી કે સરકારની જવાબદારી છે કે હાર્દિકને હોસ્પિટલમાં સારવાર અપાય. જ્યારે કે હાર્દિક હોસ્પિટલમાં પહોંચી જતા હવે અરજીનો કોઈ અર્થ રહ્યો નથી. એટલે તેના પર સુનાવણી નહીં થાય

   જો કે હાર્દિકે હજુ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારો ઉપવાસ ચાલુ છે. હાલ તો હાર્દિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પણ તેની તબિયત સુધારા પર પહોંચતા ફરી શું હરકત સર્જાય તે જોવું રહ્યું.

(11:11 pm IST)