Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કાલોલ તાલુકાના ખેડૂતો દ્વારા દિલ્હી-બોમ્બે નેશનલ કોરિડોર પ્રોજેકટનો ઉગ્ર વિરોધ

જમીન સંપાદન મામલે ખેડૂતોએ રેલી કાઢીને મામલતદારને આપ્યું આવેદનપત્ર

 

પંચમહાલના કાલોલ તાલુકાના ખેડૂતો પંચમહાલમાં દિલ્હી-બોમ્બે નેશનલ કોરિડોર પ્રોજેકટનો કાલોલ તાલુકાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ થયો હતો. મોટી સંખ્યામાં કાલોલ તાલુકાના ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

  પ્રોજેકટ માટે થઈ રહેલી જમીન સંપાદનનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જમીનના બદલામાં બીજી જગ્યાએ ખેડૂતોને જમીનની ફાળવણી કરવી, યોગ્ય વળતર આપવા સહિતની માંગણી સાથે આપ્યું આવેદનપત્રમાં રજૂઆત કરાઇ હતી. તો બીજી તરફ યોગ્ય ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

(10:59 pm IST)