Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિક પટેલે હોસ્પિટલમાં પણ ઉપવાસ ચાલુ રાખ્યા હોવાનો પનારાનો દાવો

 

અમદાવાદ :પાસના કન્વિનર મનોજ પનારાના જણાવ્યા અનુસાર, હાર્દિકે શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પનારાએ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાર્દિક પોતાના ઉપવાસ ચાલુ રાખશે. ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવા માટેની વ્યવસ્થા અગાઉ ઉભી કરી દેવામાં આવી હતી. હાર્દિકને છઠ્ઠા માળે રાખવામાં આવ્યો છે.

(10:49 pm IST)