Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુરતના સચિન રેલવેબ્રિજ નજીક નવજાત બાળકી મળી આવતા અરેરાટી

સુરત:માં ત્યજી દેવાયલી હાલતમાં નવજાત બાળકી મળી આવી છે. સચિન કનસાડ રેલવે બ્રિજ પાસેની ઉમંગ સોસાયટી પાસે ઝાડ નીચેથી બાળકી મળી આવી છે.બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બાળકીને તરછોડવા પાછળનું કારણ હાલ અકબંધ છે. નિષ્ઠુર જનેતાએ બાળકીને ધબડા અને ગુલાબી બેબી નેપકીનમાં લપેટી બાળકીને રેલવે બ્રિજ નીચે તરછોડી દીધી છે.

108 અને હેલ્પ લાઈનની મદદથી બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલના NICUમાં દાખલ કરાઈ છે. બાળકીનું વજન આશરે 2 કિલો છે. તંદુરસ્ત બાળકીને તરછોડવા પાછળનું કારણ હાલ અકબંધ છે. સચિન જીઆઇડીસી પોલીસને જાણ થતા આગળની તપાસ હાથ ધરાઇ છે.

(5:25 pm IST)