Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આણંદના ભાલેજમાં પરિણીતાનો હત્યાનો પર્દાફાશ

આણંદ: જીલ્લાના ભાલેજમાં ચકચાર મચાવનાર પરીણિતાના હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. આ ઘટનામાં ગળે ટૂંપો લઈ પરીણિતાએ આત્મહત્યા કરી તેમ કહી તેનો મૃતદેહને દફનાવી  દેવાયો હતો. જેમાં પોલીસે આ મહિલાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડાતા તેની હત્યા કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થતા જ પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટનામાં સસરા અને પતિનો લાઈવ ડિટેક્શન ટેસ્ટ નેગેટીવ આવતા તેના પ્રેમીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જ્યાં પરીણિતા અને તેની વચ્ચેના સબંધો પોલીસ સામે ખુલ્લા પડયા હતા. આ અનૈતિક સબંધમાં એક ૨૨,૦૦૦ની રકમનો મોંધોદાટ મોબાઈલ  ફોન માં લઈ આપવામાં પણ આવ્યો હતો.આ પરીણિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબુલાત કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જેને અટક કરી કોર્ટમા રજુ કરતા જેલ કસ્ટડીમાં ઘકેલાયો હતો.

(5:25 pm IST)