Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આણંદના પેટલાદમાં જવેલર્સમાં ચોરીની ઘટનામાં સીસીટીવી હોવા છતાં પોલીસે ફરિયાદ દાખલ ન કરતા ચકચાર

આણંદ: જિલ્લાના પેટલાદ તાબે નાગરકુવા સ્થિત એક જ્વેલર્સની દુકાનની આસપાસ રેકી કરી ચાર લબરમુછીયાઓએ વેપારીને ચુનો લગાવ્યો હતો. આ ઈસમોએ દુકાનની આસપાસ રેકી કરી તેમાં બે ઈસમોએ ગ્રાહક બની જઈ વેપારની નજક ચુકવી ૭૦ થી ૮૦ ગ્રામના દાગીના પર હાથસફાઈ કરી ફરાર થયા હતા. 
આ બંન્ને ઈસમો દુકાનની અંદર લાગેલ અને બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.જ્યારે બંન્ને જુદાજુદા બાઈકો પર બીજા બે ઈસમો સાથે ફરાર થયા હતા. આ ઘટનામાં પેટલાદ સીટી પોલીસ મથકે ૧૦ દિવસની ઘટના બાદ પણ એફઆઈઆર કેમ ન નોધી તે સવાલ નગરજનોના મોઢે ચઢ્યો હતો.

(5:25 pm IST)