Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વડોદરા હાઇવે પર ટ્રકનો પીછો કરી પોલીસે 29.54 લાખનો વિદેશી દારૂના જથ્થાની ઝડપ કરી

વડોદરા:સપજીએસટી અધિકારીઓએ તપાસ માટે હાઈવે પર પેપર ફરેલા એક ટ્રકને આંતરતા જ ટ્રકચાલક- ક્લિનર ટ્રક છોડીને પલાયન થયા હતા. આ ટ્રકેને જીએસટી અધિકારીઓએ સાઈડમાં મુકાવ્યો. આ ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં સમા પોલીસે ટ્રકમાં તપાસ કરી હતી જેમાં ટ્રકમાંથી ૨૯.૫૪ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળતા પોલીસે દારૂ અને ટ્રક સહિત ૪૪ લાખથી વધુની મતા જપ્ત કરી હતી.

જીએસટીના અધિકારીઓ સહિતની ટીમે ગત ૪થી તારીખના સાંજે ટેક્ષ ચોરીની કામગીરી સંદર્ભે હાઈવે પર દુમાડચોકડી પાસે તાડપત્રી બાંધેલી યુપી-૩૨-બીજી-૩૨૧૩ નંબરની એક ટ્રકને શંકાસ્પદ હાલતમાં આંતરી હતી. જીએસટીની ટીમ જોતા જ ટ્રકચાલક અને ક્લિનર ટ્રકને રોડ સાઈડમાં ઉભી કરીને ફરાર થયા હતા. ટ્રકચાલક ભાગી જતા જીએસટીની ટીમે આ ટ્રકને દુમાડચોકડી પાસે બ્રિજની બાજુમાં સુરત જવાના રોડ પર મુકાવી દઈ ત્યાં એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

(5:24 pm IST)