Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રશિયામાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં કન્સલટન્સીના સંચાલકે રશિયામાં સેટલ કરવાને બહાને અનેક યુવકો પાસે નાણાં ખંખેરી લઇ ફૂલેકુ ફેરવ્યું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

ગોત્રીના યોગીનગરમાં રહેતા અતુલ જ્યોતિન્દ્ર પંડયાએ પોલીસને જણાવ્યું છે કે,એક વર્ષ પહેલાં રશિયામાં સારી જોબ અને ફેમિલી સાથે સિટિઝનશિપ આપવાની ઓફર મળતાં ગોત્રીના તક્ષ કોમ્પ્લેક્સમાં મહાવીર પ્રિયા કન્સલટન્સી ધરાવતા બ્રિજેશ જયરામ નાથ (રહે.નિંબુ એપાર્ટમેન્ટ, રળિયાતબા નગર પાસે, ગોત્રી-લક્ષ્મીપુરા રોડ મૂળ રહે.અંજાર) નો સંપર્ક કર્યો હતો.

બ્રિજેશે રજિસ્ટ્રેશન માટે રૂા.૩૦ હજાર અને વર્ક પરમિટ માટે રૂા.૭ લાખનું પેકેજ આપતાં  મેં થોડા થોડા સમયના અંતરે કુલ રૂા.૩.૮૦ લાખ આપ્યા હતા.બ્રિજેશે તા.૩૦-૮-૨૦૧૮ના રોજ તમામ ડોક્યુમેન્ટ્સ મળી જશે તેવી ખાતરી આપી હતી.

(5:23 pm IST)