Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખંભાતના રાલજમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

ખંભાત: તાલુકાના રાલજ ગામે રહેતી એક સગીરાને વાસણાનો યુવાન લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર રાલજ ગામના મઢી મંદિર વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષ અને ૭ માસની સગીરાને વાસણા ગામે રહેતો અશોકભાઈ શનાભાઈ તળપદા ગત ૪થી તારીખના રોજ ભગાડી લઈ ગયો હતો જેથી લાગતી વળગતી તમામ જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી પરંતુ મળી આવ્યા નહોતા. જેથી સગીરાના પિતાએ ફરિયાદ આપી હતી. 

(5:23 pm IST)