Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ખેડામાં અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં ત્રણને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં તોરણાં પાટીયા તેમજ ડાકોર-કપડવંજ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ જણાંને ઈજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદના જવાહરચોક નજીક રહેતા પંકજ તુલસીદાસ કીલવાણી ગઈકાલે એક્ટીવા જીજે-૦૭ એફઝેડ-૬૦૧૯ ઉપર પુનમબેનને બેસાડી કપડવંજ કઠલાલ રોડ પરથી જઈ રહ્યાં હતા. ત્યારે તોરણા પાટીયા નજીક મોટર સાયકલ નં.જીજે-૧૫ સીજે-૬૭૮૬ એક્ટીવા પાછળ ધડાકાભેર અથડાયું હતું જેથી પંકજભાઈ તથા પુનમબેનને રોડ ઉપર જતાં ઈજા થઈ હતી. આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
અકસ્માતનો બીજો બનાવ ડાકોર-કપડવંજ રોડ હોટલ જનપથ નજીક સર્જાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના શીર્ખ ખેડામાં રહેતા વિકાસભાઈ ચેતરામભાઈ સાગર ગત તા.૪-૯-૧૮ ની રાત્રે ટેન્કર નં. એનએલ-૦૧૭ -૪૧૦૩ હંકારી ડાકોર કપડવંજ હાઈવે પરથી જઈ રહ્યો હતો ત્યારે જનપથ હોટલ નજીક પૂરઝડપે આવેલ ટેન્કર નં. જીજે-૦૬ એએક્સ-૫૫૯૭ એ ટક્કર મારતા ટેન્કર ચાલક વિકાસભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)