Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સ્કૂલમાં વિદ્યાર્થી કરતાંય નાનાં લાગે છે ૪૦ વર્ષનાં આ ટીચર

વડોદરાઃ પિન્કી બાહરૂસ નામનાં ૪૦ વર્ષનાં બહેન વ્યવસાયે ટીચર છે, પરંતુ તેમની સ્કૂલમાં લોકો તેમને સ્ટુડન્ટ માની બેસે છે. વાત એમ છે કે પિન્કીબહેનને ટર્નર્સ સિન્ડ્રોમ નામની રંગસૂત્રની ખામીની સમસ્યા છે. વડોદરામાં જન્મેલાં પિન્કીબહેનનો ઉછેર કલકત્તામાં થયો હતો. તેઓ પરિવારના સૌથી મોટાં દીકરી છે. જોકે ૧૩ વર્ષની ઉંમરે તેમને પ્યુબર્ટી-એજ આવી જ નહીં અને શારીરિક વિકાસ સાવ જ અટકી ગયો. પાંચમા ધોરણની ઉનાળાની રજાઓમાં તેમની જાતજાતની ટેસ્ટ થઇ ત્યારે ખબર પડી કે તેમના એકસ રંગસૂત્રની ૨૩મી જોડીમાં ગરબડ છે. એને કારણે તેમની હાઇટ પ્યુબર્ટી પછી વધી જ નહીં. હાડકાંનો વિકાસ પણ અટકી ગયો અને ઉંમરની સાથે હાડકાં નબળાં પડવાની ઓસ્ટિઓપોરોસિસની સમસ્યા શરૂ થઇ. ઓવરી પણ ડેવલપ ન થઇ શકી હોવાથી સ્ત્રીત્વનું મુખ્ય લક્ષણ ધરાવતું માસિક પણ તેમને કદી આવ્યું નહીં. જે વર્ષોમાં લોકો ઊડાન ભરવાનાં સપનાં જુએ એ સમયે આ અસાધ્ય સમસ્યાનો સામનો થવાથી પિન્કીબહેન ડિપ્રેશનમાં સરી પડયાં. જોકે થોડાં જ વર્ષોમાં તેમણે પોતાની સ્થિતિનો સ્વીકાર કરી લીધો.

મોટા ભાગના લોકો તેમને જોઇને ૧૩-૧૪ વર્ષની વયનાં ધારી લે છે. જોકે તેમનાં હાડકાં ૮૦ વર્ષનાં દાદી જેટલાં નબળાં છે. તેમને પોતાના એડલ્ટ હોવાનું પ્રમાણપત્ર હંમેશાં સાથે જ રાખવું પડે છે  કેમ કે કલબ કે થિયેટરમાં એન્ટ્રી વખતે પણ કયારેક સમસ્યા થાય છે.(૨૩.૧પ)

(4:18 pm IST)