Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજયમાં ચોમાસાની સીઝનમાં પડેલા વરસાદનું સરવૈયુ

ગુજરાતમાં વરસાદની ર૬% ઘટઃ ૮૩ ડેમોમાં રપ%થી ઓછુ પાણી ર૦૩ ડેમોમાંથી માત્ર ર૪માં જ ૧૦૦ ટકા પાણી ભરાયેલ જગતનો તાત ચિંતામાં: પાકને બચાવવા સરકારના અથાગ પ્રયત્નો

વાપી તા. ૭ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો દરમ્યાન મેઘરાજા જાણે એકાએક ગાયબ થઇ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જેની સામે પાણીની તંગીને લઇ પાકને નુકસાનથી બચાવવા સરકારે અથાગ, પ્રયત્નો હાથ તો ધર્યા છે પરંતુ કેટલી સફળતા મળશે એ કહેવું મુશ્કેલ જણાઇ રહ્યું છે.

ચોમાસાની સિઝનમાં પ્રારંભ મેઘરાજાએ સટાસટી બોલાવતા સૌ કોઇને સારા વરસાદની આશા હતી. જયોતીષો અને હવામાન ખાતાઓ પણ સારી સારી વાતો કરી હતી.પરંતુ હાલની સ્થિતી તો કંઇક અલગ જ જણાય છે.

સામન્ય રીતે શ્રાવણ માસમાં સરવડા વહેતા હોય છ.ેપરંતુ અહી તો મેઘરાજા ગાયબ જ થઇ જતા પાકનીસાથે સાથે કેટલાય વિસ્તારોમાં તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે તેવી ભીતી લાગી રહી છે.

જળસંપતિ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર રાજયના જળાશયોમાં આજે સવાર સુધીના જળાશયોના આંકડા જોઇએ તો રાજયના ર૦૩ જળાશયોમાં હાલમાં ફુલ સંગ્રહ ર૯૪૦૯૯ એમ.સી.એફ.ટી. છે જે કુલસંગ્રહ શકતિના માર્ગ પર.૮૪ ટકા જ થાય છ.ે

રાજયના ર૦૩ જળશયોની જળસંગ્રહની સ્થિતીને સંક્ષિપ્ત જોઇએ તો ૮૩ જળાશયોમાં રપ ટકાથી ઓછો પાણીની સંગ્રહ છે તો ૩૯ જળાશયોમાં રપ થી પ૦ ટકા જેટલો જ પાણીનો સંગ્રહ છે. ર૪ જળાશયોમાં પ૦ થી ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ છે તો ૩૩ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ છે.

જયાર માત્ર ર૪ જળાશયોમાં ૧૦૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે. આમ રાજયના ર૦૩ જળાશયોમાં પાણીના સંગ્રહ કરતા હાલમાં ૪૭ ટકા જેટલો ઓછો છે (સંગ્રહ શકતિની ક્ષમતા સામે ૪૭ ટકા જથ્થો ઓછો છે)

મુખ્યત્વે જળાશયો પૈકી સરદાર સરોવરમાં હાલ ૬૧ ટકા જેટલો પાીણીનો સંગ્રહ છ.ે તો વળાકબોરમાં ૯૯.૯૯ ટકા જેટલો તો કઠાણા ૮૯.૦૮ ટકા જેટો તથા દમણગંગામાં ૭પ.૯૬ ટકા જેટલો અને કરજણમાં ૮૬.ર૧ ટકા જેટલોજ પાણીનો સંગ્રહ છ.ે પાણીની આવક પણ ઘટી રહયું છે. જો આ સ્થિતમાં મેઘરાજા મહેર  નહિ વરસાવે તો પાકતો ઠીક અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાશે ત્યારે ફરી નર્મદા ઉર ભરોસો રાખવો પડશે.

છેલ્લા ર૪ કલાકમાં રાજયના માત્ર ર તાલુકામાં માત્ર ૪ મી.મી. સુધીનો વરસાદ નોંધાયેલ છે.

(3:48 pm IST)