Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગુજરાતના એશીયન ગેમ્સના વિજેતા ખેલાડીઓને સન્માનતા વિજયભાઇ

એશિયન ગેમ્સની અંદર સુવર્ણ ચંદ્રક મેેળવનાર ગુજરાતની સરીતા ગાયકવાડ, ટેનિસમાં કાંસ્ય મેળવનારી અંકિતા રૈના, ટેબલ ટેનિસ ટીમના કાંસ્ય ચંદ્રક વિજેતા હરમીત દેસાઇ અને માનવ ઠકકરનું ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સન્માન કર્યું હતુ જેમાં સરીતાને ૧ કરોડ, અંકીતાને ૫૦ લાખ તથા બાકીના બંને ખેલાડીઓને ૩૦-૩૦ લાખના પુરસ્કારના ચેક  અપાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ગુજરાતીઓ હવે વિશ્વ વિજેતા રમતવીરો પણ પેદા કરી શકે છે. વિજેતા બનેલા ખેલાડીઓએ  ગુજરાત  દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે.

(3:47 pm IST)