Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પહેલીવાર ઉપવાસ છાવણી અંદર પ્રવેશી પોલીસ: ડીસીપી જયપાલસિંહ રાઠોડે લીધી મુલાકાત

અમદાવાદ ;પાસના સંયોજક હાર્દિક પટેલના ઉપવાસને આજે 14મો દિવસ છે.છાવણી બહાર પોલીસ બંદોબસ્તની જવાબદારી સંભાળતા ઝોન 1ના ડીસીપી જયપાલસિંહ રાઠોડે પ્રથમ વખત હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.

 મુલાકાત બાદ જયપાસસિંહે જણાવ્યું કે, હાર્દિક પટેલની તબિયતને ધ્યાને રાખી મુલાકાત કરી હતી. વધુમાં ડીસીપીએ ઉમેર્યું હતું કે, ડોક્ટર અને PAASની ટીમ સાથે અમે સતત સંકલનમા છીએ. અમે હાર્દિકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. અહીં બંદોબસ્તની જવાબદારી મારી છે, અમે દરેક ટીમ સાથે કોન્ટેક્ટમાં છીએ.

 

(1:21 pm IST)