Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકના ઉપવાસનો અંત લાવવા પોલિસ પગલું પણ લેવાય તેવી ભારે અટકળો

અમદાવાદ તા. ૭: પાટીદાર અનામત અને ખેડૂતોના દેવાંને લઇને હાર્દિક પટેલે શરૂ કરેલા ઉપવાસનો આજે ૧૪મો દિવસ છે. ઉપવાસના ૧૩ દિવસ પૂર્ણ થયા બાદ પણ સરકારે હાર્દિક પટેલ સાથે મંત્રણા કરવા માટે તૈયારી દાખવી નથી. જેથી હાર્દિકે જળત્યાથ કરતાં મામલો ફરી ગરમાયો છે.

બીજી તરફ પોલીસ હાર્દિકની છાવણી પર મધરાત્રે ત્રાટકે તેવી પણ અટકળો વહેતી થઇ છે. ગઇકાલે મોડી સાંજે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. જે બાદ અડધી રાત્રે આંદોલન સમેટાવી લેવા પ્રયત્નો કરાશે તેવી અટકળો વહેતી થઇ હતી પણ એવું થયું નથી.

દરમિયાન પાસના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને ચીમકી આપી છે કે જો એક હાર્દિકને કંઇ જથશે તો ઘરે ઘરે હાર્દિક પેદા થશે. આજે ખોડલધામ શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બની મામલો ટાઢો પાડવા પ્રયાસ કરી રહ્યા છે. (૭.૧૮)

(12:09 pm IST)