Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મોડી રાત્રે હાર્દિક પટેલની ઉપવાસની છાવણીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા

છાવણીમાં મહિલાઓ અને યુવાનો દ્વારા ભજન-કિર્તન શરૂ: મેડિકલ યુરિનનો રિપોર્ટ પ્લ્સ-3 આવ્યો

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના મેડિકલ રિપોર્ટ બાદ પાસ સમિતિના સભ્ય એવા મનોજ પનારાએ જણાવ્યું કે, હાર્દિકનો મેડિકલ યુરિનનો રિપોર્ટ પ્લ્સ-3 આવ્યો છે. હાર્દિકનો રિપોર્ટ ઘણો ખરાબ આવ્યો છે. હાર્દિકની સ્થિતિ અત્યારે વધુ નાજુક છે. તેણે પાણી છોડી દીધું હોવાથી તે સવાર સુધીમાં બેભાન થઈ શકે છે

ડોક્ટરે દાખલ થવા સલાહ આપી હતી, પરંતુ હાર્દિકે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હાર્દિકને સમજાવા કરતાં સરકારે સમજવાની જરૂર છે

મોડી રાત્રે હાર્દિક પટેલની ઉપવાસની છાવણીમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી રહ્યાં છે. હાર્દિકની ઉપવાસ છાવણીમાં મહિલાઓ અને યુવાનો દ્વારા ભજન-કિર્તન શરૂ કરવામાં આવ્યા છે. લોકો દૂરથી ઊભા રહીને હાર્દિકને સમર્થન આપવાની સાથે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(12:35 am IST)