Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વડોદરાના તરસાલી હનુમાનજી મંદિરે મુસ્‍લિમો સમુહ કવ્વાલી રજૂ કરશે

દર વર્ષે શ્રાવણ મહિનામાં વડોદરાના તરસાલી હનુમાન મંદિરમાં ભક્તો હનુમાન ચાલીસા અને મંત્રોચ્ચાર કરે છે. ત્યારે આગામી શનિવાર ખૂબ ખાસ છે. દિવસે પવનપુત્ર હનુમાનના પરાક્રમોનું યશગાન કરીને મુસ્લિમોનો એક સમૂહ સુરીલી કવ્વાલી સંભળાવીને ભક્તોનું મન મોહશે. મંદિર ટ્રસ્ટે વિશેષ આયોજન માટે કવ્વાલોને આમંત્રણ આપ્યું છે.

અનોખી પહેલની શરૂઆત કરનારા શ્રી મારુતિ મંડળના અધ્યક્ષ રાકેશ પટેલનું કહેવું છે કે, “ આયોજન દ્વારા સમાજમાં સાંપ્રદાયિક ભાઈચારાનો સંદેશ ફેલાવવા માગીએ છીએ. આસપાસ જોઈએ તો લોકો એકબીજા સાથે સાંપ્રદાયિક અને જાતિને લઈને લડી રહ્યા છે. આપણે અલગ અલગ ધર્મના ઈશ્વરને લઈને વાદ-વિવાદમાં પડેલા છે જ્યારે ભગવાન તો કોઈ ભક્તોમાં ભેદભાવ નથી કરતા.” તરસાલીમાં રાકેશ પટેલ ભાગ્યભાઈના નામે જાણીતા છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથેની વાતચીતમાં રાકેશ પટેલને પૂછવામાં આવ્યું કે શું મંદિર પરિસરમાં કવ્વાલીનું આયોજન કરવાનો કોઈ વિરોધ દર્શાવ્યો? તો રાકેશ પટેલે માહિતી આપી કે, મંદિર ટ્રસ્ટના સભ્યોએ નિર્ણયને આવકાર્યો છે. શનિવારે મંદિરમાં આશરે બે કલાક સુધી કવ્વાલીનો કાર્યક્રમ ચાલશે. હનુમાન મંદિર તળાવના કિનારે આવેલું છે. 3,000 લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં 500 મુસ્લિમો રહે છે. મહત્વની વાત છે કે મંદિરમાં હિંદુઓની સાથે મુસ્લિમો પણ દર્શન કરવા આવે છે.

તરસાલી હનુમાન મંદિરમાં દર્શન કરવા આવતાં મુસ્લિમો હનુમાન ચાલીસાના પાઠ પણ કરે છે. અને મંદિર ટ્રસ્ટમાં દાન પણ આપે છે. રાકેશ પટેલે જણાવ્યું કે, “ શનિવારે મુસ્લિમ કવ્વાલોને હિંદુ શ્રદ્ધાળુઓની હાજરીમાં કવ્વાલી ગાવા માટે બોલાવાયા છે. બધા સાથે મળીને પ્રાર્થના કરીશું.” પાદરા અને જંબુસરથી આવનારા કવ્વાલના ગ્રુપ મંદિરમાં કવ્વાલીના રૂપે ભક્તિ ગીત ગાશે. રાકેશ પટેલ કહે છે કે, “જ્યારે ખ્વાજા (મોઈનુદ્દીન ચિશ્તી)ની પ્રશંસામાં કવ્વાલી સંભળાવે છે ત્યારે મને વિશ્વાસ છે કે પ્રાર્થના ઈશ્વર સુધી જરૂર પહોંચશે. આયોજનમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે.”

(9:07 am IST)