Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા બહોળો પ્રતિસાદ

માત્ર ૪ અઠવાડિયામાં જ ૨૩ લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૨ લાખથી વધુ લોકોએ ક્વિઝ રમી: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી: ચોથા રાઉન્ડમાં રાજ્યની કુલ ૮,૨૯૯ શાળાના વિદ્યાર્થીઓએ જયારે ૨,૨૩૩ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો:સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલશે આ ક્વિઝ અભિયાન: દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે:પ્રથમ અને બીજા રાઉન્ડના કુલ 9921 વિધાર્થીઓ ને DBT દ્વારા 1,51,66,700 રૂપિયા ચૂકવી દેવાયા

અમદાવાદ :શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ૭ જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)’ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

માત્ર ૪ અઠવાડિયામાં જ ૨૩ લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૨ લાખથી વધુ લોકોએ ક્વિઝ રમી છે.આ ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું કે,ચોથા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ હતી તેમાં શાળા કક્ષાએ ૩૭૮૭ અને કોલેજ કક્ષાએ ૩૨૯૪ વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૫૬૭૪ એમ કુલ ૧૨,૭૫૫ વિજેતાઓ આજે જાહેર થયા છે. જે g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પરથી જોઈ શકાશે.આમ ૦૪ રાઉન્ડમાં શાળા કક્ષાએ ૧૫,૬૦૯ અને કોલેજ કક્ષાએ ૧૨,૨૭૮ વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૨૧,૮૬૪ એમ કુલ ૪૯,૭૫૧ વિજેતાઓ આજે જાહેર થયા છે
તેનણે ઉમેર્યું કે,ચોથા રાઉન્ડમાં રાજ્યની કુલ ૮,૨૯૯ શાળાના વિદ્યાર્થીઓએ જયારે ૨,૨૩૩ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાન માં ભાગ લીધો હતો ચોથા સપ્તાહમાં ચાલેલ ક્વિઝમાં કુલ અંગ્રેજી અને ગુજરાતી ૩૦૦૦થી વધુ પ્રશ્નોની ક્વિઝ વિધાર્થીઓ રમ્યા અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા છે
મંત્રીએ કહ્યું કે,સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.
તા.૦૭/૦૭/૨૦૨૨ નાં રોજ g3q નાં શુભારંભ પ્રસંગે,શાળા કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૧૪ અને કોલેજ કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૨૩ વિજેતાઓ પોતાની બેંક ડીટેલ્સ g3q પોર્ટલ પર આપેલ હતી. તેમાંથી કુલ ૩૭ વિધાર્થીઓના ખાતામાં ઇનામની રકમ જમા કરી દેવાઈ છે
આજ રીતે પ્રથમ રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૩૭૮ અને કોલેજ કક્ષાનાં ૨૫૪૦ વિધાર્થીઓ પૈકી ૨૨૩૩ વિદ્યાર્થીઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી છે. જયારે બીજા રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૬૦ વિધાર્થીઓ પૈકી ૨૧૯૨ અને કોલેજ કક્ષાનાં ૩૨૩૦ વિધાર્થીઓ પૈકી ૩૧૯૧ વિજેતાઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી છે.
આમ પ્રથમ અને બીજા રાઉન્ડના ટોટલ વિધાર્થી નવ હજાર નવસો એકવીશ ને DBT દ્વારા એક કરોડ એકાવન લાખ છાસઠ હજાર સાતસો રૂપિયા ટ્રાન્સફર કરી દેવાયા છે. ત્રીજા રાઉન્ડના વિજેતાઓની બેંકની માહિતી મેળવવાની પ્રક્રિયા હાલ શરુ છે. વિજેતાઓની બેન્કની માહિતી પ્રાપ્ત થયેથી DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરી દેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું

 

(7:10 pm IST)