Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ગૃહમંત્રી હર્ષ સંઘવી મારા પરિવારને ન્યાય અપાવજો :સ્યુસાઇડ નોટ લખી સુરતના શેર દલાલનો આપઘાત

આ જેટલા લોકો છે એના નામ આ લોકોએ મને બોવ ટોર્ચર કર્યો છે. આ વીશે મારા ફેમીલીને આ વસ્તુની કોઇ જાણ નથી. મને આવુ કરવા માટે આ લોકોએ મજબુર કરી નાખ્યો

સુરતના કતારગામ વિસ્તારમાં રવિવારના રોજ સવારના અરસામાં એક શેર દલાલે આરજેડી કોમ્પ્લેક્સના ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી હતી. એટલું જ નહીં પરંતુ આપઘાત કરનાર શેર દલાલે મરતાં પહેલાં સુસાઇડ નોટ લખી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માગ કરી પરિવારનું ધ્યાન રાખવા સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે. અને ફેસબુક પર પણ સુસાઇડ નોટ શેર કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારના લલિતા ચોકડી પાસે કંતારેશ્વર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ લાધાભાઈ કુંભાણી વ્યવસાયે શેર દલાલી નું કામ કરતા હતા. જેઓએ રવિવારના સવારના સમયે કતારગામ વિસ્તારના જ આરજેડી કોમ્પ્લેક્સના આઠમા માળે ટેરેસ પર જઈ મોતની છલાંગ લગાવી દીધી હતી જે દરમિયાન ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર જવા પામ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

મારી સુસાઇડ નોટ

પ્રવીણ એલ,કુંભાણી

હું દેવામાં આવી ગયો છુ. મે શેરબજારમાં લોકોને વ્યાજે પૈસા આપ્યા હતા. એ લોકો મને પૈસા નથી આપતા. વ્યાજ અને શેરબજારના ડબામાં કામ કરતો હતો. હુ એ લોકોને લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી જોડે પૈસા નથી. આ લોકો મારી જોડે પૈસાની ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે એટલે મે આ પહલુ ભર્યુ છે. મે વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે. આ લોકોને ભરવા માટે ક્યાંય નથી. આમાં મારા પરિવારની સલામતી માટે મેં આ પગલું ભર્યુ છે. હું બધાના નામ લખુ છું .આ લોકોની લીધે મે આવુ કરવા મજબુર થયો છું. આ લોકો મને બોવ હેરાન કરે છે.

જે લોકો મારા પરિવારને હેરાન કરશે.મારી મોતનું કારણ આ લોકો બનશે મારી પોલીસ ખાતાને વિનંતી છે કે આ લોકોને ખરાબ સજા થવી જોઇએ. મારા પરિવારને ન્યાય મળવો જોઇએ. નહીંતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો.

સાહેબ શ્રી હર્ષભાઇ સંઘવીને મારી અપીલ છે મારા મીત્ર દક્ષેશભાઇ આપણને વીનંતી છે મારા પરિવારને ન્યાય અપાવજો.

નંદલાલભાઇ વરાછા શેરબજાર (ડબો)

આ લોકોના કારણે હું આવુ કરવા મજબુર છુ.

1 રાજુભાઇ રાજકોટ શેરબજાર ડબો

ર.બાપ. શેરબજાર ડબો

3.દિલીપભાઇ વરાછા શેરબજાર ડબો

4. તેજપાલ ભાપનગર શેરબજાર ડબો

આ ભાઇ મારા 15,00,000 પંદર લાખ આપી ગયા છે. મારુ બુચ માર્યુ છે. હું આની પાસેથી જીતેલો હતો પછી આપ્યા નથી.

5. અજયભાઇ આરવાલા

આ ભાઇને મારુ મકાન પચાવી જવુ છે. મને બોવ હેરાન કરે છે. મારી જોડે પૈસા કઢાવી મારી જોડે આનું લખાણ છે. સરસાણ ડોમની સામે શ્રી નાથજી મકાન

6. બાબુભાઇ ગોઘાણી, ચીકુભાઇ ગોઘાણી, ચીકુભાઇની પત્ની

આ લોકોને મે બોવ પૈસા આપ્યા હતા. તે પરત ન આપ્યા

આ લોકો મને 5 વર્ષથી ધક્કા ખવડાવે છે. મારી આની જોડે લાખો રૂપિયા લેવાના છે. મારી જોડે આ લોકોના પૂરા લખાણ છે. આ લોકોને લીધે મે વ્યાજ વાળાને મારી ઘણી સંપત્તી વેચી લીધી છે. હું આ લોકોને કારણે રોડ પર આવી ગયો છુ.

આ લોકોની પાસેથી મારા પૈસા આવે તો મારા પરિવારનું ભરણપોષણ ચાલે. મારા ગયા પછી મારા ફેમીલીને આ લોકો પૈસા આપે એવી મારી વિનંતી છે. નહીંતર મારી સુસાઇટ કર્યુ છે તે આ લોકોની લીધે કરી રહ્યો છુ. પોલીસ ખાતાને મારી વિનંતી છે ખાસ. સાહેબ હર્ષભાઇને વિનંતી છે કે મારા પરિવારને પૂરો ન્યાય અપાવશે.

7.પ્રકાશભાઇ બાબુભાઇ પાનસુરીયા

45,00,000 આ ભાઇ મારા પૈસા બુચ મારીને બેસી ગયા છે. પરત નથી આપ્યા મારા મિત્રને બધુ ખબર છે.

8.નરેન્દ્રસીંહ વણાટ,વર્ષાબેન વણાટ, મીલન વણાટ

આ લોકોએ મને ખોટા લખાણ કરીને મકાન વેચેલું છે. ગોકુલ સેવે...અંબાજીમહેલ C15,C16 આનો મે કેશ કરેલો છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ વાળા ખોટા લખાણવાળાને સાચવે છે. આ લોકોને 60,00,000 સાઇઠ લાખમાં મકાન

આ જેટલા લોકો છે એના નામ આ લોકોએ મને બોવ ટોર્ચર કર્યો છે. આ વીશે મારા ફેમીલીને આ વસ્તુની કોઇ જાણ નથી. મને આવુ કરવા માટે આ લોકોએ મજબુર કરી નાખ્યો છે. અને મને સરકાર તરફ વિશ્વાસ છે. મારા ફેમીલીને પોલીસ ખાતુ ન્યાય અપાવશે.એવી મારી વિનંતી છે. ક

શ્રી હર્ષભાઇ સંઘવીને નમ્ર વિનંતી આ મારા મીત્ર છે. મારા ફેમીલીનું ધ્યાન આપજો. હું તમારો એક સારો મીત્ર છુ.

માનીય આપણે ગૃહમંત્રી સાહેબને વીનંતી છે મારો મીત્ર દક્ષેશભાઇ માવાણી (DK)

મારા પરિવારને કોય હેરાન કરવા જવો નહીં જોઇએ મારા પરિવારને જો હેરાન કરે તો ગુનો બનશે.

મારા મિત્રોને અપીલ છે કે મારા પરિવારની જોડે ઉભા રહે.

આ સુસાઇટ નોટ હું ફેસબુક પર ચડાવું છું .લોકોની પાસે રાખે એટલે કોય ફરી ન જાય

પ્રવીણ એલ કુંભાણી

(5:50 pm IST)