Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વડોદરા જીલ્‍લાનાં પાદરા પાસેની ઢાઢર નદીમાં મગર યુવકને તાણી ગયોઃ લોકો વિડીયો બનાવતા રહ્યા પરંતુ મદદ ન કરી શકયા

-વારંવાર મગરના હુમલાથી ખેડૂતો ભયમાં

વડોદરાઃ વડોદરાના પાદરા પાસે ઢાઢર નદીમાં મગર એક યુવકને નદીમાં તાણી ગયો તેમ છતા લોકો મોબાઇલ શુટીંગ કરવામાં વ્‍યસ્‍ત રહ્યા પરંતુ બચાવી ન શકય.

વડોદરા જિલ્લાની આસપાસની અનેક નદીઓમાં મગરો વસવાટ કરે છે. આ સાથે જ આ નદીઓમાં મગરોના હુમલાના પ્રમાણ વધી જતા હોય છે. નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આ મગર જીવના જોખમ સમાન છે. ત્યારે આજે રુંવાડા ઉભા કરી દેવી ઘટના સામે આવી છે. પાદરા પાસેની ઢાઢર નદીમાં મગર યુવકને ખેંચી ગયો હતો. યુવક પર મગરે હુમલો કર્યા બાદ તેને લોકોની નજર સામે જ નદીમાં લઇ ગયો. જ્યાં પાણીમાં મગરમાં હુમલાથી ક્ષણવારમાં યુવકનું મોત નિપજ્યુ હતુ. પરંતુ મગર દ્વારા યુવકને ખેંચી જતા હોવાની ઘટના લોકોએ નજર સામે જોઈ હતી. અનેક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. હાલ મગરના શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં અસંખ્ય મગર વસવાટ કરે છે. નદીમાં પૂર આવે તો અસંખ્ય મગરો બહાર આવી જાય છે, જેથી લોકોમાં ફફડાટ વ્યાપી જાય છે. અનેકવાર આ નદીમાંથી મગર બહાર આવતા હોય છે, ત્યારે નદી તરફ જવું પણ લોકો માટે જીવનું જોખમ બને છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્યના લોકો પશુધન હોય કે પોતાના કામ કાજ માટે ખેતરે જતા હોય, ત્યારે મગર હુમલો કરવાની ઘટના બનતી હોય છે. આ રીતે કેટલાક લોકો જીવ ગુમાવી ચુક્યા છે. 

(4:22 pm IST)