Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના એક સાથે ૧૪૧ કેસ નોંધાયાઃ ૧ર૩ દર્દીઓને રજા અપાઇ

હાલમાં પ૩ દર્દીઓ સારવારમાં: ૪ દર્દીઓ ઓકસીજન

વડોદરાઃ વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના ૧૪૧ કેસો નોંધાવતા ચિંતા પ્રસરી ગઇ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 141 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,959 પર પહોંચી ગઇ છે. વધુ 123 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,36,378 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 824 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 53 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 564 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં આદર્શનગર, એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, ફતેપુરા, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, કિશનવાડી, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, સમા, સવાદ, રામદેવનગર, સીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, વડસર, યમુનામીલ, સિમળી, રણપુર, પાદરા, સંગમા, વેમાર, મોટીકોરલ, કરજણ, ડભોઈ, રાઘવપુરા, અણખોલ, દિપાપુરા, સિનોર, હનુમાનપુરા, સિંધરોટ, એકલબારા, વિરોદ, ઉમરાવા, ધમણજા, વલણ, પાદમાળા, બાજવા, આસોજ, સોખડામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

(4:00 pm IST)