Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ યથાવતઃ છેલ્‍લા ર૪ કલાકમાં ૬૮ કેસ નોંધાયા

શહેરના રપ૩ અને જીલ્‍લામાં ર૪૩ સાથે એકટીવ કેસની કુલ સંખ્‍યા ૪૯૬ નોંધાઇ

સુરતઃ સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ યથાવત છે. છેલ્‍લા ર૪ કલાકમાં ૬૮ કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતીએ યથાવત છે. સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 68 કેસ નોંધાયા હતા. શહેરમાં 48 અને જિલ્લામાં 27 મળી શહેર-જિલ્લામાં 75 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 496 થઈ છે. જૈ પૈકી 9 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં 42 અને જિલ્લામાં 26 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 68 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 209313 થઈ ગઈ છે. શહેર-જિલ્લામાં કોરોનામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું.

શહેરમાં 48 અને જિલ્લામાં 27 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206576 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. છેલ્લા બે દિવસથી સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં 253 અને જિલ્લામાં 243 સાથે એક્ટિવ કેસની કુલ સંખ્યા 496 નોંધાઈ છે.

(2:46 pm IST)