Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમદાવાદમાં હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે સેકસ માણવાની લાલચ આપતા સાયબર સેકસ રેકેટનો પર્દાફાશ

યુવતિઓ મોબાઇલમાં ફેન્‍ડશીપની ઓફર આપીને રૂપિયા પડાવતી

અમદાવાદઃ અમદાવાદના બાપુનગર વિસ્‍તારમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેકસ માણવાની લાલચ આપતા સાયબર સેકસ સેકેટનો પર્દાફાશ થયો છે.

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે સેક્સ કરવાની લાલચ આપી ડમી લેડીઝ સાથે વાતચીત કરાવી હોટેલ તથા બીજા ચાર્જ પેટે છેતરપીંડી કરતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે. પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલસેન્ટરમાંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.મહિલા સાથે હોટલમાં હોટલમાં જવા માટે અલગ અલગ ચાર્જ પેટે આ ભેજાબાજ ઠગબાજો રૂપિયા પડાવતા હતા. પણ આ ઠગબાજ ટોળકીને આખરે પોલીસે ઝડપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે કામલીલાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા.બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.જાહેરાતના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવતા અને તેના પર લોકો કોલ કરતા હતા. જેમાં યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી હતી. છોકરીઓ સાથે મુલાકાત કરી શારીરિક સંબંધ બાંધવાનું જણાવી લાલચ આપી રૂપિયા પડાવતા હતા.

(1:22 pm IST)