Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

આઝાદી કા અમૃત મહોત્સવમાં કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ જોડાયા : શાનથી તિરંગા લહેરાયો

- બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી સલામી આપી રાષ્ટ્રગાન પણ કર્યું: કેનેડામાં ભારત પ્રેમ જીવંત રાખ્યો.

વડોદરા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે દેશની જનતાને હર ઘર તિરંગા અભિયાન આપ્યું છે. ત્યારે હવે વિદેશ પાર પણ તિરંગો લહેરાવાઈ રહ્યો છે. હર ઘર તિરંગા અંતર્ગત ગુજરાતીઓએ કેનેડામાં તિરંગો લહેરાવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ જોડાયા છે. વડોદરા સહિત રાજ્યના જુદાજુદા વિસ્તારના ગુજરાતીઓએ ભેગા થઈ આ કાર્યક્રમ યોજ્યો હતો.

માત્ર ભારતમાં જ નહિ, વિદેશની ધરતી પર પણ દેશભક્તિની ઉજવણી થઈ રહી છે. કેનેડાના બ્રેમ્પટન શહેરમાં રહેતા ગુજરાતીઓ દ્વારા બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી. 15 ઓગસ્ટ પહેલાના વિક એન્ડમાં જ ગુજરાતીઓએ દેશભક્તિની ઉજવણી કરી. આમ, કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ દેશભક્તિમાં રંગે રંગાયા છે. બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી સલામી આપી રાષ્ટ્રગાન પણ કર્યું. આમ, કેનેડામાં ભારત પ્રેમ જીવંત રાખ્યો.

(4:04 pm IST)