Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

નર્મદાના બારખાડી - કમોદીયા ગામે ખેતર ખેડવા બળદના બદલે પત્નીનો ઉપયોગ કરવા મજબુર પતિ

વાવેતર સમયે હળ જોડવા માટે બળદ ખરીદી ન શકતા અને ટ્રેક્ટરની વ્યવસ્થા ન કરી શકાતા ઘરની લક્ષ્મી એવી પત્ની બળદની જગ્યાએ જોતરાઈ

 

વડોદરા : આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે, દેશ માટે ગૌરવની બાબત છે પણ આજે પણ આદિવાસીઓની સ્થિતિ અંગ્રેજો સમયે હતી તેવી ગુલામી જેવી જ છે. એક આદિવાસી ગરીબ મહિલા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા પણ ગુજરાતના નર્મદા જિલ્લામાં નાણાં ની તંગી આર્થિક ભીંસમાં આજે પણ પતિ તેની પત્નીને ખેતર ખેડવા બળદની જગ્યાએ જોતરી રહ્યો છે.

દેશમાં 17 જિલ્લાને એસ્પેરિયલ મહત્વકાંક્ષી આકાંક્ષી જિલ્લા તરીકે તરવાયા છે. જેમાં ગુજરાતના આદિવાસી દાહોદ અને નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. વિકાસ દરેક સ્થળે પોહચ્યો છે અને સરકાર તેને બતાવી, ગણાવી અને રજૂ પણ કરી રહી છે.

ભારતમાં હાલમાં જ દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા. જોકે દરેક આદિવાસી મહિલાની સ્થિતિ તેમના જેવી નથી. આપણે 75 વર્ષના આઝાદીના અમૃત મહોત્સવની 15 ઓગસ્ટ એ ઉજવણી કરવા જઇ રહ્યા છે પણ આજે પણ કેટલાય આદિવાસીઓ પછાત, પાસણ યુગ અને અંગેજોના સમયમાં રહેલી ગુલામી જેવું જ જીવન વ્યતીત કરે છે. જે એક નરવી વાસ્તવિકતા છે. દારુણ ગરીબીમાં આજે પણ આદિવાસીઓ લાચાર, મજબૂર, નિસહાય છે. તેમના સુધી સરકારની સહાય, યોજનાઓ, વિકાસ પોહચ્યો નથી.

 

વાત છે ગુજરાતના ભરૂચમાંથી 24 વર્ષ પહેલાં છુટા પડેલા અને જ્યાં ગુજરાતની જીવાદોરી સમો નર્મદા ડેમ અને વિશ્વ વિરાટ 182 મિટર ઊંચી આવેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના નર્મદા જિલ્લાની. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ ખેંચતી જોવા મળી છે.નર્મદા જિલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ફલક પર નામના મેળવી ચુકયો છે. પણ જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે કે જયાં હજી સુધી વિકાસ પહોંચી શકયો નથી.

બળદ કે ટ્રેકટર આ પહાડી વિસ્તારમાં ન જઈ શકે માટે મહિલએ હળ ખેંચી રહી છે. અને પતિ તે હળ ચલાવી તેમનું ખેતર ખેડી રહ્યા છે.જંગલ પહાડ વિસ્તારમાં કોઈ સુવિધા ત્યાં સુધી પહોંચી ન શકતા જાતે કામ કરવું પડે છે. આ ડુંગરાળ વિસ્તારના ગામડાઓમાં રહેતાં પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડુતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધા નહી હોવાથી મહિલાઓથી કામ ચલાવવું પડે છે.

એક મહિલા બળદના સ્થાને હળ ઉપર જોતરાઈ અને તેનો પતિ ખેતર ખેડે એ આજના ડિજિટલ, આધુનિક, સૌનો સાથ સૌનો વિકાસ યુગમાં કેટલું સાર્થક તે સમજવું રહ્યું. સરકાર નારી શક્તિ, નારી તું નારાયણી ની વાતો તો કરે છે પણ એક પશુના સ્થાને જ્યાં નારીએ જોતરાઈ હળ ચલાવવું પડે તે તંત્ર અને સરકાર માટે જ શરમજનક ઘટના કહી શકાય.

(12:50 am IST)