Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

રાજપીપળા BJP ના શહેરમંત્રી રાજેન્દ્ર પટેલે પોતાનો જન્મ દિવસ દિવ્યાંગો સાથે મનાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દિવ્યાંગ ઉત્કર્ષ ફોઉન્ડેસન સંસ્થામાં શ્રીજી મેડિકલ સ્ટોરના માલિક તથા ભારતીય જનતા પાર્ટી રાજપીપળા શહેરના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે તેઓએ આ સંસ્થાના દિવ્યાંગો ની સાથે જન્મ દિવસની ઉજવણી કરી અને દિવ્યાંગોને સાલ ઓઢાડી સમ્માન કર્યું તથા સાથે બેસી નાસ્તો કરી દિવ્યાંગો ના આશીર્વાદ લીધા હતા આમ રાજેન્દ્રભાઈ પટેલે દિવ્યાંગો સાથે જન્મ દિવસ ઉજવી ને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને ફાલતુ પાર્ટીનાં ખર્ચ ન કરી આવી અનોખી અને યાદગાર ઉજવણી કરવા સહુને મેસેજ આપ્યો હતો કાર્યક્રમ બાદ આ સંસ્થાના કાર્યમાં જોડાવવા બદલ દિવ્યાંગ ઉત્કર્ષ ફોઉન્ડેસનના પ્રમુખ જય પટેલ એ તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(10:22 pm IST)