Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચયુ

બંન્નેની ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી : યુવકે લગ્નની ના પાડતા યુવતીએ યુવકની સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

સુરત, તા. ૭ : સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં રહેવાનું અને નવી માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. પણ, જ્યારે સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કઈ હદનું પરિણામ લાવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના ૨૪ વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે કારણકે આ યુવક પર ૨૧ વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના ૨૪ વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી.

            પોલીસે આ કેસમાં વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે આ યુવતી તે યુવકની લગ્ન નહીં કરવાની દલીલો સાંભળીને કંટાળી ગઈ ત્યારે તેણે ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ ઈકરામ ફેન્સી નામનો આ યુવક તે યુવતીને વારંવાર હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં ઈકરામ ફેન્સીના પરિવારે તે યુવતીના માતા-પિતાને જણાવ્યું હતું કે તેઓ આ લગ્ન માટે રાજી નથી. તેમ છતાં ઈકરામ ફેન્સી તે યુવતીને વારંવાર મળવા માટેનું દબાણ કરતો હતો. તેઓની ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ રચાયો હતો. જ્યારે આ યુવકે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ લગ્ન કરવાની ના પાડતા તે યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે સૌપ્રથમ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.

(7:25 pm IST)