Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મહિલા શક્તિ કેન્દ્ર અમદાવાદ દ્વારા સાણંદના મોડાસર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

વ્હાલી દિકરી યોજનામા, બેટી બચાઓ, બેટી પઢાઓ, વિધવા સહાય યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના સહિતની યોજનાઓ અંગે સમજ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત મહિલા શક્તિ કેન્દ્ર અમદાવાદ દ્વારા  સાણંદ તાલુકાના મોડાસર ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામવાસીઓ, આંગણવાડી વર્કર, હેલ્પર, મુખ્ય સેવીકા બહેનો હાજર રહ્યા હતા. વ્હાલી દિકરી યોજનામા, બેટી બચાઓ બેટી પઢાઓ, વિધવા સહાય યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના" સહિતની યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાજી જન્મેલી દીકરીઓને બેબીકિટનું વિતરણ કરીને વધાવામાં આવી હતી. તેમજ ડોર ટુ ડોર લોકોને વિવિધ યોજનાની પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આંગણવાડીમાં વ્હાલી દીકરી યોજનાના 100 ફોર્મ આપવામાં આવ્યા હતા. વિવિધ યોજનાના ધારા ધોરણો મુજબ પાત્રતા ધરાવતા કુલ-૧૨ લાભાર્થીઓને શોધી ફોર્મ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(6:12 pm IST)