Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નર્મદા : ગરુડેશ્વર તાલુકાની ગડી નદીમાં પુર આવતા ખેતરે ગયેલા આધેડનું તણાઈ જતા મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આમતો ચાલું વર્ષે બહુ ખાસ વરસાદ વરસ્યો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારના નદી,નાળામાં વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા લોકોને આવવું જવું મુશ્કેલ થઈ પડે છે જ્યારે કેટલાકે નદી પાર કરવામાં જીવ પણ ગુમાવવા પડતા હોવાનું જોવા મળે છે જેમાં ગરુડેશ્વરના ગડી ગામની નદી માં અચાનક પુર આવતા એક આધેડ તણાઈ જતા મોત ને ભેટ્યા હતા.

  પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના ગડી ગામમાં રહેતા સોકનાભાઈ છાજીયાભાઈ વસાવા (ઉ.વ.૫૦)તેમના ઘરેથી સાંજના છ એક વાગ્યે પોતાના ખેતરે ગયેલા તે દમ્યાન વધુ વરસાદ પડતા નદીમાં એકા એક પુર આવી જતા નદીમાં તેઓ તણાઇ જતા મોત ને ભેટ્યા હતા. મરનારની મૃતદેહ બીજા દિવસે નદી કિનારેથી મળી આવતા આ બાબતે તેમના પુત્ર દાદુભાઈ સોકનાભાઈ વસાવાએ પોલીસને જાણ કરતા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)