Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં FSL રિપોર્ટથી ખુલશે રહસ્ય ?

પોલીસ ગુનો નોંધવા માટે કઇ બાબતની રાહ જોઇ રહી છે ?

અમદાવાદ તા. ૭ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો દાખલ કરેલ છે અને તપાસ કરી રહી છે. પરંતુ પોલીસનું કહેવું છે કે આ મામલે FSL રિપોર્ટની રાહ જોવા માં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે.

 પોલીસ એ તપાસ કરી રહી છે કે આગ લાગવા પાછળ નું કારણ શું છે? અને કોની બેદરકારીના કારણે આવું બન્યું છે. પોલીસે હોસ્પિટલ માંથી અલગ અલગ સેમ્પલ કબ્જે કરેલ છે જેમાં સ્વિચ બોર્ડ,વાયરો,માટી સહિત અનેક સેમ્પલ કબ્જે કરેલ છે અને જેને તપાસમાં FSL ખાતે મોકલી આપ્યા છે.

 આ મામલે નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ રવિન્દ્ર પટેલનું કહેવું છે કે હાલ અમે તબીબો સહિત અન્ય લોકોનાં નિવેદન લઈ રહ્યાં છીએ, જેમાં સ્ટાફ પણ સામેલ છે અને સાથો સાથ હોસ્પિટલનાં ટ્રસ્ટી ભરતની પણ પૂછપરછ કરી રહ્યાં છીએ

જોકે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે FSLનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થઇ શકે છે. પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ દિશા માં કામ કરી રહી છે.  આ સમગ્ર મામલે સેકટર-૧ આર. વી.અસારીના માર્ગદર્શન હેઠળ પોલીસ કાર્યવાહી કરી રહી છે, અને આગ કંઈ રીતે લાગી તેની તપાસ કરી રહી છે.પોલીસે મોડી રાત સુધી તપાસ ચાલુ રાખી હતી અને ભરત મહંતને તપાસ માટે લઈ ગઈ હતી.

(11:37 am IST)