Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ખેડા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળો પર ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 16 શકુનિઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લાના કણજરી, કપડવંજ તેમજ ઢઠાલ ગામમાં ચાલતાં જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગાર રમતાં ૧૬ જુગારીઓને કુલ રૂ.૪૭૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરી તાબે લ-મીપુરા સીમમાં આવેલ એક ખેતરમાં ઝાડી પાછળ ખેડા જિલ્લા એલસીબી પોલસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં કેટલાક જુગારીઓ પોલીસને હાથતાળી આપી ભાગી છુટ્યાં હતાં. જો કે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૧૨ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં યાકુબ ઉર્ફે ચાચુ ઈબ્રાહિમભાઈ વ્હોરા, મહંમદભાઈ ઈબ્રાહિમભાઈ પથ્થરવાલા, અલ્તાફ ઉર્ફે બટકો હાસમભાઈ કુરેશી, નાસીર ઉર્ફે જાડીયો હારૂનભાઈ વાંકાવાળા, મહંમદમુજીબ ઉર્ફે મરઘી મહંમદરફીક કસાઈ, હારૂન ઉર્ફે કોલર મહંમદસલીમ કુરેશી, ઈદ્રીશ ઉર્ફે મૌલવી મહંમદહનીફ કુરેશી, સાજીદભાઈ મલંગભાઈ છેલાવાલા, નજીરહુસેન ઉર્ફે કાણીયો મહંમદશફી કુરેશી, સલીમભાઈ ઉર્ફે ઈપ્પી ગફુરભાઈ અલાદ, અબ્દુલરસીદ ઉર્ફે ભુરીયો ગુલામભાઈ શેખ અને ઉસ્માનભાઈ મહંમદભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૨૯૦૦ તેમજ દાવ પરથી રૂ.૭૫૦ મળી કુલ રૂ.૩૬૫૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:25 pm IST)