Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આવતીકાલથી ગુજરાતના ભાગોમાં વરસાદ ચાલુ થઈ જશે : શુક્ર-શનિ જોર વધુ જોવા મળશે

અમુક જગ્યાએ મધ્યમથી અતિ ભારે તો કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે

રાજકોટ, તા. ૭ : વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. આવતીકાલથી ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રમાં શુક્ર-શનિ વરસાદનું જોર વધુ જોવા મળશે. વેધરની એક ખાનગી સંસ્થાએ તા.  ૭ થી ૧૫ ઓગષ્ટ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે અમુક જગ્યાએ  મધ્યમથી અતિભારે તો કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે.

બંગાળ ની ખાડી માં ગત તા.૫ ઓગષ્ટના લો પ્રેશર થયેલ જે ઉતરોતર મજબુત બનીને ડીપ ડીપ્રેશન સ્વરુપે ૨૧.૩૭ નોર્થ,૮૭.૨૦ ઈસ્ટ આસપાસ કેન્દ્રિત છે.એક અપર એર સાઇકલોનિક સરકયુલેશન થયેલ.હાલ ૧.૫ કિ.મી.થી લઇને ૫.૮ કિ.મી.પર અલગ અલગ વિસ્તાર પર છવાયેલ છે.હાલ ૩.૧કિ.મી.પર નું યુ.એ.સી ૧૬.૯૪ ડિગ્રી, ૮૬.૮૭ ડિગ્રી ઈસ્ટ આસપાસ છવાયેલ છે.

જયારે ચોમાસુ ધરી અનુપગઢ , ઇટાવા, સતના, અંબિકાપુરથી ડીપડીપ્રેશન સેન્ટર થી નોર્થવેસ્ટ બંગાળની ખાડી સુધી ૨.૧ કિ.મી. ની ઉંચાઇ સુધી ફેલાયેલ છે. એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉતર કેરળ સુધી સક્રીય છે.

આવતી કાલે સિસ્ટમ્સની અસર થી ગુજરાત ના ભાગોમાં વરસાદ ચાલું થઇ જશે. મુખ્યત્વે વરસાદ તા.૯,૧૦ ઓગષ્ટના (શુક્ર-શનિ) વધુ પડશે.રાજય ના વિસ્તાર પ્રમાણે હળવો મધ્યમ, ભારે, ભારે થી અતિભારે વરસાદ પડશે.ત્યાર બાદ ના દિવસો માં છુટા છવાયા ઝાપટા કે હળવો વરસાદ જોવા મળે તેવી શકયતા છે.

યુરોપીયન મોડલ ecmwf અને અમેરીકન મોડલ gfs વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે મતમતાંન્તર છે. અમેરીકન વેધર મોડલ પ્રમાણે સમગ્ર રાજય માં વિસ્તાર પ્રમાણે મધ્યમ ,ભારે, તેમજ અતિભારે વરસાદ પડશે.(૨ થી ૧૨ ઇચ) અમુક સેન્ટરો માં તેથી પણ વધુ વરસાદ પડી શકે છે.

યુરોપિયન વેધર મોડલ પ્રમાણે ગુજરાત ના વિસ્તારો માં મધ્યમ,ભારે,ભારે થી અતિભારે વરસાદ પડશે.(૨ થી ૧૨ ઇંચ સુધી અમુક વિસ્તારો માં તેથી પણ વધુ વરસાદ પડી શકે છે.) સૌરાષ્ટ્ર માં હળવો,મધ્યમ કયાંક ભારે.(૧ ઇંચ થી ૩ ઇંચ સુધી)

હાલના અનુમાન પ્રમાણે યુરોપીયન વેધર મોડલ નો જુકાવ અમેરીકન મોડલ તરફ ચાલુ થયો છે.એટલે સમગ્ર રાજયના વિસ્તારો માં સાર્વત્રિક વરસાદ આવી જશે. અમેરીકન વેધર મોડલ પ્રમાણે વરસાદ થશે તો રાજયમાં પાક પાણી ની પરિસ્થિતી બદલાઇ જશે.) વરસાદ સાથે પવન નુ જોર રહેશે. ટૂંકમાં રાજયમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે.

(4:29 pm IST)