Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

રોડ સેફટી એવોર્ડ મેળવનારા અમિત ખત્રીનું સન્માન

પીઆરએસઆઈ, અમદાવાદ ચેપ્ટર, ટી-મેન અને પોઝીટીવ જિંદગી દ્વારા આયોજીત કાર્યક્રમ સંપન્ન

અમદાવાદ : પીઆરએસઆઈ, અમદાવાદ ચેપ્ટર, ટી-મેન અને પોઝીટીવ જિંદગી સંસ્થાઓ દ્વારા સંયુકતપણે આયોજીત કાર્યક્રમમાં માર્ગ સલામતી અને ટ્રાફીક સભાનતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારા શ્રી અમિત ખત્રીનું સન્માન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુરના પ્રિન્સીપાલ ફાધર ટાઈટસ ડી કોસ્ટાના હસ્તે શ્રી અમિત ખત્રીને સર્ટીફીકેટ ઓફ એકસલન્સ પ્રદાન કરવામાં આવ્યુ હતું.

ગુજરાત રાજય માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાજેતરમાં માર્ગ સલામતીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનારી વ્યકિતઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળાઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. માર્ગ સલામતીના ક્ષેત્રમાં છેલ્લા ૨૨ વર્ષીય કાર્યરત અને શ્રી અમિત ખત્રીનું પણ ગુજરાત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. માર્ગ સલામતી અંગે જાગૃતિ આણવામાં શ્રી અમિત ખત્રીએ ગરબા, જિંગલ્સ, કવિતા, થિયેટર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોના માધ્યમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રી અમિત ખત્રીએ ડ્રાઈવરો અને મહિલા ડ્રાઈવરોને સંરક્ષણાત્મક ડ્રાઈવીંગની પણ તાલીમ આપી છે.

કાર્યક્રમમાં પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના શ્રી ઉન્મેશ દિક્ષિત અને શ્રી સુભોજિત સેન, ટીમેનના શ્રી પરેશ દવે અને પોઝીટીવ જિંદગીના શ્રી કૌશલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)