Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

SC/STના નાણાનાં વપરાશનો કાયદો બનાવવા માંગ જીજ્ઞેશ મેવાણીએ માગ્યું ભાજપના ધારાસભ્યનું સમર્થન

 

અમદાવાદ :SC/ST સબ પ્લાનના નાણાનાં વપરાશનો કાયદો બનાવવા આંદોલનની શરૂઆત કરાઇ છે. વિધાન સભામાં દાખલ કરાયેલા ખાનગી વિધેયકને સમર્થન આપીને કાયદો બનાવવા આંદોલન શરૂ કરાયુ છે

  . ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, નૌશાદ સોલંકી, કોંગ્રેસના નેતા કરસનદાસ સોનેરી સહિતના નેતાઓ આ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા  કૉંગ્રેસનાં દલિત ધારાસભ્યોનો આક્ષેપ છે કે એસટી એસસી સમાજ માટે ફ્ળવાયેલ બજેટ અન્ય વિભાગોમાં વપરાઈ રહ્યું છે. આંદોલનમાં ભાજપનાં ધારાસભ્ય પ્રદીપ પરમારના ઘરે જઈ તેમનું સમર્થન પણ મંગાયું હતું 

(10:59 pm IST)
  • ચકચારી રાજકોટ મગફળી કૌભાંડ મામલો:પોલીસ દ્વારા આરોપી મગન ઝાલાવાડિયાના ઘરે દરોડા:તરઘડીમાં મગન ઝાલાવડીયાના ઘરે તપાસ :મગન ઝાલાવડીયાના ઘરે દસ્તાવેજોનું ચેકીંગ:૨ કલાક સુધી ચાલી શકે છે દરોડાની કાર્યવાહી:.DYSP ભરવાડ સહિતના અધિકારીઓ જોડાયા આ દરોડામાં જોડાયા access_time 8:31 pm IST

  • શ્રી કરુણાનિધિને દફનાવવા માટેની જગ્યા બાબતે તામિલનાડુ સરકારે કોર્ટ પાસે સમય માગ્યો હતો. આ તબક્કે કોર્ટે વધુ સુનાવણી કાલે સવારે આઠ વાગ્યે કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે DMKએ શ્રી કરુણાનિધિને દફનાવવા માટે તામિલનાડુના મરીના બીચ પર જગ્યા ની માંગ કરી હતી, જેની સામે સરકારે પહેલા ના પાડી દીધી હતી. હવે આ બાબતે વધુ સુનાવણી કાલે સવારે આઠ વાગે કોર્ટમાં થશે તેમ જાણવા મળે છે. access_time 1:51 am IST

  • કૌભાંડોમાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં બેન્કોએ ૩૨ હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા : માર્ચ ૨૦૧૮ સુધીમાં કેન્દ્ર સરકારે કહ્યું કે બેન્કોએ ૩.૯૯ લાખ કરોડોની લોનો છેલ્લા ૪ વર્ષમાં માંડવાળ કરી નાખી છેઃ બેન્કોના ખાતામાં મીનીમમ રકમો રાખવાની જોગવાઈ હળવી કરવા કેન્દ્ર સરકાર રિઝર્વ બેન્કોને કહેશે access_time 4:05 pm IST