Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

બનાસકાંઠાના લુણાલ ગામમાં યુવતિનું બોલેરોમાં અપહરણ કરી આખી રાત દુષ્‍કર્મ આચરી ખુનની ધમકી આપીને સવારે યુવતિને તેના ગામ મુકીને નાસી છૂટ્યો

બનાસકાંઠાઃ થરાદના લુણાલ ગામમાં રહેતા યુવકે ભુરિયા ગામે રહેતી યુવતીને ફોન આપવાની લાલચ આપી બોલેરો કારમાં અપહરણ કર્યુ હતુ. 

બાદમાં યુવક આ યુવતીને લુણાલ ગામની ઝાડીઓમાં લઈ ગયો અને આખી રાત તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત યુવકે યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. 
આખી રાત યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ વહેલી સવારે પાંચ વાગે યુવક યુવતીને ભુરિયા ગામે ઉતારીને ફરાર થયો હતો. સમગ્ર ઘટનાના મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(6:47 pm IST)