Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઇન્કમ-ટેકસ રિટર્ન્સ ફાઇલ કરવા માટે આધાર નંબર ફરજિયાત નથી : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ તા. ૭ : ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઈન્કમ-ટેકસ રિટર્ન્સ સાથે વ્યકિતએ એનો આધાર કાર્ડ નંબર જોડવાનું ફરજિયાત નથી. એક ધારાશાસ્ત્રીએ આ સંબંધમાં નોંધાવેલી એક પીટિશન ઉપર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટની વિભાગીય બેન્ચે આવકવેરા વિભાગને જણાવ્યું છે કે તે અરજદાર વકીલના ઈન્કમ-ટેકસ રિટર્ન્સનો સ્વીકાર કરે, કારણ કે આ બાબતમાં હજી સુપ્રીમ કોર્ટ તરફથી નિર્ણય આવવાનો બાકી છે.

વકીલ ખેમચંદ રાજરામ કોષ્ટીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ઈન્કમ-ટેકસનું રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર લિન્ક કરવાનું ફરજિયાત બનાવાયું છે, પણ પોતે આધાર માટે અરજી કરી ન હોવાથી પોતે એ દર્શાવી શકે એમ નથી. એમણે આ મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપની વિનંતી કરી હતી, જેથી પોતાના રિટર્ન્સની પ્રક્રિયા ૩૧ જુલાઈ, ૨૦૧૮એ કે તે પહેલાં આગળ વધે જેથી પોતે આવકવેરા કાયદાનો ભંગ કર્યો ન ગણાય.

(9:52 am IST)