Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઉત્તર ગુજરાતની હેમચન્‍દ્રચાર્ય યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રક્રિયાના મુદ્દે વિરોધ પ્રદર્શન યથાવતઃ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓઅે કુલપતિની ચેમ્બરમાં કુલપતિ સામે બંગડીઓ ફેંકી

અમદાવાદઃ હેમચન્દ્રચાર્ય ઉત્તર ગુજરાતયુનિવર્સિટીમાં આજે સોમવારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ચેમ્બરમાં કુલપતિ સામે બંગડીઓ ફેંકવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બીએની ઓલાઇન પ્રવેશ પ્રક્રિયાની માંગણીનો મુદ્દો ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દા અંગે કોઇ નિરાકરણ ન આવતા NSUI દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે NSUIના આ પ્રદર્શનમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમર્થનમાં આવ્યું છે.

કુલપતિની જો હુકમી માનસિકતાને લઇને NSUIના વિદ્યાર્થીઓ અને પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હજી પણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધારે ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

NSUIના વિરોધ પ્રદર્શન અંતર્ગત વિદ્યાર્થીઓએ શનિવારે પાટણ યુનિવર્સિટીના કુલપતિની ગાડીના ટાયરની હવા કાઢીને વિરોધ દર્શાવ્યો હતો. પોતાની માંગણી ન સંતોષાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભુક્યો છે.

(9:26 am IST)