Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોડી સાંજે ઈડરમાં અઢી ઈંચ અને વડાલીમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો :સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ

ધોધમાર વરસાદ વરસવાને લઈ રસ્તાઓ અને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગુરુવારે 7 મી જુલાઈએ મોડી સાંજ બાદ વરસાદ વરસ્યો હતો. દિવસ ભર ભારે બફારા ભર્યો માહોલ રહ્યા બાદ વરસાદ વરસતા મોડી સાંજ બાદ રાહત સર્જાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને વડાલી વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. રાત્રીના બે કલાક દરમિયાન જ ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાક દરમિયાન વરસેલો વરસાદ અઢી ઈચ જેટલો નોંધાયો હતો.  આ સમયે વડાલીમાં પણ બે ઇંચ વરસાદ બે કલાકમાં ખાબક્યો હતો. ઈડર અને વડાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.

(12:34 am IST)