Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વડોદરામાં ફરી કોરોનાનો પગ પેસારો : ગુરૂવારે કોરોનાગ્રસ્તની સંખ્યામાં થયો ધરખમ વધારો

લાલકોર્ટના મૃત અવસ્થામાં મળેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : ગુરુવારે કુલ 41 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ

વડોદરા તા.07 : વડોદરા શહેરમાં કોરોનાનાં કેસોની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. ગુરુવારે શહેરમાં 41 લોકો કોરોનાસંક્રમિત થયા હતા. તેમજ બુધવારે મોડી રાત્રે લાલકોર્ટ પાસેથી મૃત અવસ્થામાં મળેલા 41 વર્ષીય અજાણ્યા યુવાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે આરોગ્ય વિભાગ માટે ચીંતાનો વિષય બન્યો છે.

વડોદરા શહેરમાંથી કોરોનાના નિદાન માટે 229 સેમ્પલ તપાસ અર્થે આવ્યા હતા. જેમાં 41 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જયારે 2251 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. શહેરમાં કોરોનાના દર્દીઓ એક્તાનગર, અકોટા, અટલાદરા, ભાયલી ગોરવા ગોત્રી હરણી જેતલપુર, કપુરાઇ મકરપુરા માંજલપુર નવાપુરા નવાયાર્ડ પાણીગેટ, રામદેવનગર, સવાદ સુભાનપુરા તાંદલજા કરચીયા ઇંદિરાનગરનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  બુધવારે મોડીરાત્રે લાલબાગ પાસેથી 41 વર્ષીય અજાણ્યો યુવાન મળી આવ્યો હતો. સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે યુવાનનો કોરોના રિપોર્ટ કરતાં તે પોઝિટિવ આવ્યું હતું. અજાણ્યો યુવાન કોરોનાગ્રસ્ત જાહેર થતા આરોગ્ય વિભાગ માટે ચીંતાનો વિષય બન્યો છે.

શહેરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 291 છે. જેમાં 276 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. જ્યારે 15 દર્દીઓ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક દર્દીની હાલત ગંભીર હોવાથી તેને ઓક્સિજન પર રાખવામા આવ્યો છે. જયારે 14 દર્દીઓની હાલત સુધારા ઉપર હોવાનુ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે બીજી તરફ વડોદરા જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 12 નોંધાઇ હતી. કોરોનાના દર્દીઓ સિસવા, વાસણા, કેલનપુર, કરજણ, શિનોર અને શનોરથી નોંધાયા હતા.

(12:11 am IST)