Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે મોટી જાહેરાત : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ

સવારે 9 વાગ્યે યુવા અને રમતગમત માટે મુખ્યમંત્રી કરશે જાહેરાત

અમદાવાદ : આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  મોટી જાહેરાત કરશે તેવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  ટ્વીટ કર્યું છે આવતીકાલે  સવારે 9 વાગ્યે યુવા અને રમતગમત માટે મુખ્યમંત્રી મોટી જાહેરાત કરશે

તાજેતરમાં  વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.

વધુમાં સીએમએ કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.

 

(11:24 pm IST)