Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુ પકડવા ઢોર પાર્ટી થકી રાત્રી અભિયાનની શરૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા યુવા અને ખંતીલા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ શહેરનાં વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે ત્યારે ઘણા સમયથી શહેરમાં રખડતા પશુઓ થી લોક હેરાન હોય માટે આ સમસ્યાની ઉકેલ દિવસે ભરચક ટ્રાફિક માં શક્ય ન હોવાથી પાલિકા દ્વારા રાત્રી સફાઈ અભિયાન બાદ રખડતા પશુઓને પકડવા રાત્રી અભિયાનની શરૂઆત કરી છે
રાજપીપળા પાલીકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલિકાનાં કર્મચારીઓ સાથે ઢોર પકડવા માટે ખાસ ગામડા માથી માણસોની ટીમ બોલાવી રાત્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં અંબુભાઈ પુરાણી વિદ્યાલય, સંતોષ ચાર રસ્તા,લીમડા ચોક,સફેદ ટાવર અને દોલત બજાર જેવા વિસ્તારોમાં સૌથી વધુ પશુઓનો જમવડો દેખાતા ત્યાં પાલિકા ટીમો દ્વારા પશુઓને સાવચેતી થી પકડી અન્યત્ર ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું કે અમે અવાર નવાર પશુ માલિકોને તેમના ઢોર છૂટા નહિ રાખવા ચેતવણી આપી હતી છતાં શહેરમાં રખડતા પશુઓની સંખ્યામાં કોઈ ઘટાડો ન જણાતા અમે ઢોર પાર્ટી બોલાવી આ અભિયાન શરૂ કર્યું છે

(10:34 pm IST)