Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજપીપળા કોલેજ રોડ પર વડનું વૃક્ષ રોડ તરફ પડ્યું, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોલેજ રોડ આનંદ હોસ્પિટલ પાસે એક ઘટાદાર વડનું વૃક્ષ રોડ તરફ તૂટી પડતા વીજ કંપની સહિતના અન્ય કેબલો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી
  જાણવા મળ્યા મુજબ જે ઘરમાં આ વૃક્ષ ઊગેલું હતું એ માલિકે પાંચેક વર્ષ પૂર્વે વીજ કંપનીમાં આ જોખમી વૃક્ષ કાપવા માટે અરજી આપી હતી પરંતુ દર ચોમાસામાં વીજ કંપની પ્રિ મોન્સુન કામગીરી નાં નામે માત્ર ડાળખાં જ કાપી કામગીરી કરતા હોય આવા જોખમી ઝાડ શહેરમાં ઘણા હોવા છતાં વીજ કંપની કે અન્ય લાગતા વળગતા અધિકારીઓ આ બાબત ધ્યાને નહિ લેતા દર ચોમાસાની ઋતુમાં મસમોટા વૃક્ષ ધરાશાઈ થતાં અત્યાર સુધી કોઈનો ભોગ લેવાયો નથી તો શું કોઈનો ભોગ લેવાયા બાદ તંત્ર આવા જોખમી વૃક્ષ હટાવવા કામગીરી કરશે .

(10:27 pm IST)