Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શન મોડમાં :રાજ્યમાં 7 કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ

પાંચ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ બનાવાયા :લલિત કગથરા,જીગ્નેશ મેવાણી ,ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, તેમજ કાદરી પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે રાજ્યમાં 7 કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ કરાઈ છે જેમાં પાંચ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખ બનાવાયા  છે ધારાસભ્યં લલિત કગથરા,જીગ્નેશ મેવાણી ,ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, તેમજ કાદરી પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ છે

(10:20 pm IST)