Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

લાયન્સ કલબ ઓફ વિરમગામનો ૫૫મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો

લાયન્સ ક્લબ ઓફ વિરમગામના વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમુખ તરીકે લાયન જીગ્નેશભાઈ ડગલી અને લીઓ ક્લબ વિરમગામના પ્રમુખ તરીકે દર્શન જોધાણીએ શપથ લીધા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો ૫૫મો શપથવિધિ સમારોહ લાયન્સ કોમ્યુનીટી હોલમાં હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રમુખ તરીકે લાયન જીગ્નેશભાઇ ડગલીની  શપથવિધિ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન સેવંતીલાલ કે. વોરા દ્વારા  કરાવવામાં આવી હતી. 

નવા વરાયેલા પ્રમુખની સાથે સાથે મંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, અન્ય હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ શપથવિધિ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત લીઓ ક્લબ વિરમગામના પ્રમુખ તરીકે દર્શન જોધાણીએ શપથ લીધા અને મંત્રી ચિરંજીવ રાઠોડ સહિત લીઓ ક્લબ ઓફ વિરમગામના અન્ય હોદ્દેદારોને પણ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ ક્લબ ઓફ વિરમગામ છેલ્લા ૫૪ વર્ષોથી આર્થિક - શૈક્ષણિક - આરોગ્યલક્ષી અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવી છે.  સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભુતપૂર્વ પ્રમૂખ હરિવંશભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.  વિરમગામના રામમહેલ મંદિરના મહંત પ.પૂ. સંત શ્રી રામકુમારદાસજી બાપુ અને બ્રહ્માકુમારી ધર્મિષ્ઠા દીદીએ ઉપસ્થીત રહીને આશીર્વચન આપેલ હતા. આ શપથવિધિ સમારોહમાં ક્લબના સભ્યો, ભુતપૂર્વ પ્રમુખો, ડીસ્ટ્રીક્ટ કેબિનેટ ઓફિસરો અને વિરમગામ પંથકના મહાનુભાવો આમંત્રિત મહેમાનો ઉપસ્થીત રહ્યા હતા.

(8:24 pm IST)