Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સુરતમાં અગાઉ દોઢ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સુનવણી કરી

સુરત: આજથી ચારેક વર્ષ પહેલાં 8.96 લાખના ઉધાર કાપડના જથ્થાના પેમેન્ટ તરીકે આપેલા 1.50 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી વેપારીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતન કુમાર આર.મોદીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ 60 દિવસની કેદની સજા ફટકારી છે.

બમરોલી રોડ સ્થિત મરઘીવાલા કમ્પાઉન્ડમાં વિશાલ ઈમ્પેકક્ષના નામે આર્ટ સિલ્ક કલોથના ઉત્પાદન વેચાણ કરતાં ફરિયાદી વિશાલ કનૈયાલાલ પંજાબીએ  વર્ષ -2016 દરમિયાન આરોપી બિપીન કુમાર જવાહરલાલ વોરાને કુલ રૂ.8.96લાખની કિંમતનો કાપડનો જથ્થો ઉધાર વેચાણ આપ્યો હતો.

જેના પાર્ટ પેમેન્ટ તરીકે આરોપીએ 75 હજારના એક એવા 1.50 લાખના બે ચેક  લખી આપ્યા હતા.જે ચેકને ફરિયાદીએ બેકમા વટાવવા નાખતાં પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના  શેરા સાથે પરત ફર્યા હતાં. જે અંગે ફરિયાદીએ આરોપીને આપેલી ચેક રીટર્ન અંગે ની નોટીસ નો આરોપીએ અમલ ન કરતાં કોર્ટ ફરિયાદ નોધાવી હતી.આજે આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરાતાં ફરિયાદી તરફે આઇ.એચ.વોરાએ આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણા પેટે હોવાનું નિ:શક પણે સાબિત કર્યું હતું. જેને માન્ય રાખી કોર્ટે આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડનો હુકમ ફટકાર્યો હતો.કોર્ટ જણાવ્યું હતું કે આરોપીના બચાવપક્ષે નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ 139ના અનુમાનોનુ ખંડન કરતો પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

(6:41 pm IST)