Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમીરગઢમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોને હાલાકી

બનાસકાંઠા: જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તાર અમીરગઢ તાલુકામાં વીજ પૂરવઠો કાપ મૂકતાં લોકો ત્રસ્ત આવી ગયા છે ગામડાઓમાં વીજ કંપનીઓના આવા ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા છ.ે ે આ પંથકમાં વરસાદી માહોલ જામે અને થોડીક હવા ફૂંકાય ત્યાં લાઈટ કાપી દેવામાં આવે છે .હજુ વરસાદની શરૃઆત થઈ છે અને ગરમી તેનો પ્રકોપ વર્તાવી રહી છ.ે ત્યારે ભર બપોરે અને મોડી રાત્રીના લાઈટ કાપી દેવામાં આવે છ.ે જેથી રહીશો આવી કાળઝાળ ગરમીમાં નિરાંતે ઊંઘી પણ શકતા નથી . આ વિસ્તારના લાઈટ મેન ની ફરજ નિભાવતા કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી અને ઇકબાલગઢ ખાતે આવેલ જી ઈ બી આફિસમાં કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી .અમીરગઢ ની પ્રજા જવાબદાર તંત્ર અને ચોવીસ કલાક લાઈટ આપવાના પોકળ દાવાઓ કરનાર સરકાર પાસે વિજળી  માગી રહી છે.

(6:39 pm IST)