Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં રમઝટ બોલાવતા મેઘરાજા : ઝરમર ઝાપટાથી ૮ ઈંચ સુધીનો ભારે વરસાદ : સીઝનનો ૨૦% વરસી ગયો

જેમાં સૌથી વધુ સૌરાષ્‍ટ્ર પંથકમાં આશરે ૨૬% જેટલો નોંધાયો : ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૫.૫૫ ફૂટે પહોંચી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા.૭ : ચોમાસા ની આ સીઝન માં મેઘરાજા પ્રથમ રાઉન્‍ડથી જ રમઝટ બોલાવવાના મૂડમાં જણાય છે . જુલાઈ માસના પ્રથમ સપ્તાહ સુધીમાં જ રાજ્‍યમાં ૨૦% જેટલો શરેરાશ વરસાદ નોંધાય ચુકયો છે.
ગઈ કાલથી એટલે કે તા. ૬ થી જુલાઈના રોજથી વરસાદનું પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થયો છે કહેવાય હે કે આ નક્ષત્ર માં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્‍યમ વરસાદ પડતો હોઈ છે પરંતુ અહીં તો આપણને ૮ ઇંચ સુધી નો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૩ જિલ્લાના ૧૭૫ તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ ૧૮૯ મિમિ સુધીનો નોંધાયો છે. ફ્‌લડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલા વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો...
સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત પંથકમાં અહીં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં આમોદ ૧૩ મિમિ, અંકલેશ્વર ૧૪ મિમિ, ભરૂચ ૧૭ મિમિ, હાંસોટ ૪૮ મિમિ,અને ઝઘડિયા ૨૨ મિમિ તો તાપી જિલ્લાના તાલુકાઓ માં વાલોડ ૨૬ મિમિ, ડોલવણ ૨૩ મિમિ, અને કુકરમુન્‍ડા ૧૪ મિમિ તો સુરત જિલ્લાના તાલુકાઓ માં બારડોલી ૧૫ મિમિ, ચોર્યાસી ૩૫ મિમિ,મહુવા ૨૨ મિમિ, ઓલપાડ ૨૩ મિમિ,પલસાણા ૧૨ મિમિ,ઉમરપાડા ૧૭ મિમિ,અને સુરત સીટી માત્ર ૪ મિમિ વરસાદ નોંધાયો છે .
જયારે નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી ૫૨ મિમિ,ગણદેવી ૧૯ મિમિ, જલાલપોર ૨૭ મિમિ,ખેરગામ ૪૨ મિમિ, નવસારી ૩૩ મિમિ અને વાંસદા ૩૪ મિમ. મેઘરાજા ની આ ભારે માહેર વચ્‍ચે પણ પ્રકળતિ ના ખોળે વસેલ ડાંગ પંથક માં માત્ર હળવા ઝાપટા જ નોંધાયા છે.
જોકે વલસાડ જિલ્લાના તાલુકાઓમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યાનું જણાય છે અહીં ધરમપુર ૫૮ મિમિ ,કપરાડા ૪૧ મિમિ,પારડી ૬૭ મિમિ ,ઉમરગામ ૩૫ મિમિ ,વલસાડ ૮૩ મિમિ અને વાપી ૪૯ મિમિ વરસાદ નોંધાયેલ છે.
હવે જો આપણે પૂર્વ અને મધ્‍ય ગુજરાત વિસ્‍તાર ને જોઈએ તો અહીં અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ધોલેરા ૩૬ મિમિ તો તાલુકાઓમાં ૧૨  મિમિ જયારે  આણંદ જિલ્લાના તાલુકાઓમાં આણંદ ૪૫ મિમિ,પેટલાદ ૫૩ મિમિ વરસાદ નોંધાયો છે . તો વડોદરા જિલ્લા ના સાવલી  માં ૧૧ મિમિ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લા ના કડાણા ખાતે ૨૭ મિમિ વરસાદ નોંધાયો છે તો  દાહોદના દેવગઢ બારીયા ખાતે ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે . આ ઉપરાંત કચ્‍છ પંથક માં પણ મેઘરાજા ને હેત ઉભરાયું છે અહીં ભુજ ૫૪ મિમિ, લખપત ૧૦ મિમિ, માંડવી ૧૩ મિમિ, મુન્‍દ્રા ૨૮ મિમિ  અને રાપર ૧૦ મિમિ નોંધાયો છે.
હવે જો આપણે ઉત્તર ગુજરાત વિસ્‍તારને જોઈએ તો અહીં  પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ૧૨ મિમિ તો બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે ૯ મિમિ વરસાદ નોંધાયો છે તો મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે ૨૭ મિમિ તો સાબરકાંઠા જિલ્લા  ખાતે ઇડરમાં ૧૦ મિમિ, પ્રાંતિજ અને તાલોદ ૧૭-૧૭ મિમિ વરસાદ નોંધાયો છે. તો ગાંધીનગર જિલ્લા ના દહેગામ ખાતે ૨૫ મિમિ અને ગાંધીનગર માં ૧૧ મિમિ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત પંથક ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૫.૫૫ ફૂટે પોહોંચી , ડેમ માં ૧૧૮૮૯ કયુસેક પાણીના ફાળો સામે માત્ર ૧૦૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કોઝ વે ની જળસપાટી ૫.૫૭ મીટરે પોહોંચી છે. આ લખાય રહ્યું છે ત્‍યારે કે એટલે કે સવારે ૧૦ કલાકે સૌરાષ્‍ટ્ર સહીત દક્ષિણ ગુજરાત પંથક માં મેઘરાજા વરસી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

(11:57 am IST)