Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો: ભાજપમાં જોડાશે

તેઓએ મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડા પડી રહ્યા છે. ત્યારે મહેમદાબાદના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે અને આગામી અઠવાડિયામાં ભાજપનો ભગવો ધારણ કરશે. જોકે તે પહેલા તેઓએ મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યુ કે તેઓ 1995થી કોંગ્રેસમાં સક્રિય કામ કરતા અને 2012માં કોંગ્રેસમં ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. જોકે બાદની ટર્મમાં હારી જતા સતત અવગણના કરાતી હોવાનો ગૌતમ ચૌહાણે આક્ષેપ લગાવ્યો હતો

તેઓએ વધુમાં જણાવ્યું કે મહુધા તાલુકાના ધારાસભ્ય તેઓને યેનકેન પ્રકારે દબાવી રહ્યા હતા. તેઓ એક અઠવાડિયામાં ભાજપનો ભગવો ધારણ કરશે. તેમની સાથે કોંગી કાર્યકરો પણ ભાજપનો ખેસ ધારણ કરશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ ફટકો પડ્યો છે. કોંગ્રેસના ગઢ છોટાઉદેપુરમાં ભાજપે ભંગાણ પાડ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ, છોટા ઉદેપુરના પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોર, ગુજકોમાસોલના ડાયરેક્ટર નયના શાહ, સહિત 7 આગેવાનો તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે આજે યોજાયેલ કાર્યક્રમમાં 7 આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો. હજી બીજા આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી વાતો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

(12:26 am IST)