Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે રાજ્યમાં દર બે દિવસે એક બાળલગ્ન

કોરોનાના 15 મહિનામાં 261 જેટલા બાળ લગ્નના કિસ્સાઓ 181 હેલ્પલાઇનની સામે આવ્યા

અમદાવાદ : કોરોનામાં લોકો પરેશાન હતા. લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ હતા. અનેક પ્રતિબંધો હોવા છતાં વિકાસની વાતો અને મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે બાળ લગ્નના બનાવો વધ્યા છે. 6 વર્ષમાં 1 હજાર 68 જેટલા બાળલગ્નના બનાવો 181 મહિલાઓ માટેની હેલ્પલાઇનમા સામે આવ્યા છે. અને તેમાં પણ વર્ષ 2020ના જાન્યુઆરી મહિનાથી જૂન 2021 સુધીના કોરોના સમયગાળામાં 261 જેટલા બાળલગ્નના કિસ્સા સામે આવ્યા છે. એટલે કે કોરોનાના સમયમાં દર બે દિવસે રાજ્યમાંથી 1 બાળ લગ્નનો બનાવ સામે આવ્યો છે.

રાજકારણથી લઈને બોલીવુડ સુધી તમામ જગ્યાએ મહિલાઓને સ્થાન અને પ્રતિષ્ઠા મળી છે. પણ તેમ છતાં હજુ જૂની સામાજીક પ્રથા અટકી નથી. તેમાની એક બાળ લગ્ન છે. આમ તો મહિલાઓ લગ્ન માટે 18 વર્ષની ઉંમર છે. તેમ છતાં વર્ષો જતા જૂની સામાજીક પરંપરાના કારણે બાળ લગ્નના કેસો ગુજરાતમા વધી રહ્યા છે. મહિલાઓ માટે શરૂ કરેલી 181 અભયમના આંકડા પર નજર કરીયે તો ગુજરાતમાં દર વર્ષે 175 જેટલા બાળ લગ્નના બનાવો સામે આવે છે.

જ્યાં ચાઈલ્ડ મેરેજ વધારે થાય છે તેવા શહેરો પર નજર કરીયે તો કોરોનાના 15 મહિનામાં અમદાવાદમાં 20, બનાસકાંઠામાં 28, ડાંગમાં 21, પાટણ 17 બનાવો સામે આવ્યા છે.

આમ સમય જતા ટેક્નોલોજીની સાથે આપડે સ્માર્ટ ભલે બન્યા હોય પણ હજુ પણ કેટલાક સામાજીક રિવાજોએ ઘર કરીને બેઠા છે. જેના કારણે બાળલગ્નના બનાવો સામે આવે છે

(12:48 am IST)